Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Youth Congress leader attacks Congress general secretary

Surat news: કોંગી મહામંત્રી પર યુથ કોંગ્રેસના નેતાનો હુમલો, માથામાં ગંભીર ઈજા પહોંચતા 6 ટાંકા લેવાયા

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: કોંગી મહામંત્રી પર યુથ કોંગ્રેસના નેતાનો હુમલો, માથામાં ગંભીર ઈજા પહોંચતા 6 ટાંકા લેવાયા
સોર્સ : GSTV

સુરત કોંગ્રેસ મહામંત્રી ઉપર ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખે હુમલો કરતાં તેમણે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પૈસા લેતીદેતી બાબતે આ હુમલો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

પૈસા પરત માગતાં મામલો ગરમાયો 

સુરત શહેર કોંગ્રેસ મહામંત્રી ઉપર ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહામંત્રી અવિનાશ તિવારી ઉપર ઉપપ્રમુખ પ્રિન્સ પાંડેએ તેના સાગરીતો સાથે હુમલો કરતા અવિનાશ તિવારીના માથે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા માથે 6 ટાંકા લેવાયા છે. અવિનાશ તિવારી અને પ્રિન્સ પાંડે વચ્ચે પૈસાને લઈ વિવાદ થયો હતો. અવિનાશે આપેલા પૈસા પ્રિન્સ પાસેથી પરત માગતાં મામલો ગરમાયો હતો. હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુન્હો નોધી આગળની તપાસ હાથ ધરી છે.