Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Woman Influencer with 10 lakh followers arrested in Surat

સુરતમાં ગાંધીજીના ફોટો સાથે વાંધાજનક વીડિયો બનાવવો પડ્યો ભારે, 10 લાખ ફોલોઅર્સ ધરાવતી મહિલા ઇન્ફ્લુએન્સર ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ગાંધીજીના ફોટો સાથે વાંધાજનક વીડિયો બનાવવો પડ્યો ભારે, 10 લાખ ફોલોઅર્સ ધરાવતી મહિલા ઇન્ફ્લુએન્સર ઝડપાઈ
સોર્સ : gstv

સુરતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટો સાથે વાંધાજનક ચેડાં કરી વીડિયો બનાવવાના મામલે સાયબર ક્રાઇમ પોલીસે એક મહિલા ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરી છે. આરોપી મહિલા સિમરન અમિત પટેલ સોશિયલ મીડિયા પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી હોવાનું સામે આવ્યું છે.

App Store

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મહિલાએ રૂપિયા 500ની નોટ પર છપાયેલા મહાત્મા ગાંધીજીના ફોટો સાથે કથિત રીતે અભદ્ર ચેડાં કરી વાંધાજનક રીલ બનાવી હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

સુરત સાયબર ક્રાઇમ સેલે કરી કાર્યવાહી

આ મામલે સુરતના સમાજસેવક ધર્મેશ ગામીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી સિમરન અમિત પટેલને ઝડપી પાડી છે.

હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ બનાવનારાઓ સામે પોલીસની કાર્યવાહી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.