VIDEO: સુરત પોલીસ એક્શનમાં: ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 હેઠળ ૪૦ કેસ દાખલ
સોર્સ : GSTV
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈલેવલ બેઠક બાદ સુરત પોલીસ ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. તેમજ સુરતમાં ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0 અંતર્ગત શહેરમાં એકસાથે ઓનલાઇન ઠગાઈના ૪૦ કેસ નોંધવામાં આવ્યા છે. આ ચોંકાવનારા આંકડાઓ પૈકી સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં જ સૌથી વધુ ૧૩ ફરિયાદો દાખલ થઈ છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ૪,૦૦૦ રૂપિયાથી લઈને ૧ કરોડ ૫૨ લાખ રૂપિયા સુધીના મોટા ફ્રોડ કેસો નોંધાયા છે. આંતરરાજ્ય અને આંતર રાષ્ટ્રીય ગેંગના નેટવર્કને તોડવા માટે સ્પેશિયલ ટીમ દ્વારા તપાસ શરૂ કરી છે.પોલીસે સપાટો બોલાવીને પકડેલા ૧૮ જેટલા આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ અને ટેસ્ટ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે.

