Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Investigation intensified in Surat 20 crore cocaine case

VIDEO : સુરત ૨૦ કરોડના કોકેઈન કેસમાં તપાસ તેજ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત રેલવે સ્ટેશન પરથી DRI દ્વારા 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું 2 કિલો કોકેઈન ઝડપાવાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. તપાસ દરમિયાન આરોપી ફઝલ અહેમદ સૈયદની બાંગ્લાદેશ સહિત અન્ય દેશોની મુલાકાતોને લઈને અનેક મહત્વના તાર જોડાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. DRI હવે તપાસ કરી રહી છે કે દિલ્હીમાંથી આ કોકેઈન કોની પાસેથી મેળવવામાં આવ્યું હતું અને મુંબઈમાં કોને પહોંચાડવાનું હતું. આ સમગ્ર કેસમાં આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:gstvnewssuratcocaine case