Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Video: Firing case at Kamrej RFO, CCTV footage of Sonal Solanki's car surfaced

Video: કામરેજ RFO પર ફાયરિંગ મામલો, સોનલ સોલંકીની કારના CCTV ફૂટેજ સામે આવ્યા

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના કામરેજમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકીને ગોળી વાગવાની ઘટનામાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું છે. સુરત જિલ્લા પોલીસે RFO સોનલ સોલંકીની કારના CCTV ફૂટેજ મેળવ્યા છે અને ઘટનાના દરેક એન્ગલથી ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

App Store

પોલીસને મળેલા CCTV ફૂટેજમાં RFO સોનલ સોલંકીની કારના ફૂટેજ સામે આવ્યા છે.  ફૂટેજમાં કાર લઈ ઘરેથી નીકળ્યા બાદ ગામમાં બે વાર રાઉન્ડ માર્યાનું જોવા મળ્યું છે. પ્રથમ કારે જોખા ગામથી ધારુથા ગામ તરફ ટર્ન લીધો હતો. તેના સાત મિનિટના ટૂંકા ગાળામાં જ કાર ફરીથી જોખા ગામમાં રિટર્ન થઈ હતી. જોખા ગામથી અકસ્માત સ્થળનું અંતર આશરે બે કિલોમીટર જેટલું છે. આ ઘટનાક્રમ પરથી પોલીસે વિવિધ એન્ગલોથી તપાસ હાથ ધરી છે, કારણ કે આ અકસ્માત ઘટનાક્રમમાં રહસ્ય ઘેરાતું જોવા મળી રહ્યું છે.

ડૉગ સ્ક્વોડ અને FSL દ્વારા સ્થળ પર શોધખોળ

આ મામલાની ગંભીરતાને જોતા ઘટના સ્થળ પર મોટો પોલીસ કાફલો ફરીથી પહોંચ્યો હતો. તપાસ માટે ડૉગ સ્ક્વોડ અને FSLની ટીમ પણ ફરી એકવાર ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા ગોળીની કેપની ઝાડી-ઝાખરામાં સઘન શોધખોળ કરવામાં આવી હતી.

કામરેજના ડીવાયએસપી આર. આર. સરવૈયાએ બાઈટમાં જણાવ્યું હતું કે, તમામ ટીમો દ્વારા આ રહસ્યમય ઘટનાક્રમમાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.