VIDEO: સુરતના ડુમસમાં સીનસપાટા કરનારા ઉદ્યોગપતિ દિપક ઈજારદાર સામે ફરિયાદ દાખલ
સોર્સ : gstv
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરતના ડુમસમાં સીનસપાટા કરનારા ઉદ્યોગપતિ દિપક ઈજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. ઉદ્યોગપતિ દિપક ઈજારદારે જાહેરમાં ફટાકડા ફોડીને લોકોને ધમકાવ્યા હતા. આ અંગેના વાયરલ વિડિયો મિડિયા અહેવાલોમાં સામે આવ્યા બાદ ડુમસ પોલીસ જાગી છે..તેમજ કાયદાનું ભાન કરાવ્યું હતું.
દિપક ઈજારદારે દાદાગીરી કરી
જ્યારે લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઈજારદારે દાદાગીરી કરી હતી અને વાહનચાલક તરફ આતશબાજી ફોડવાનો ઈશારો પણ કર્યો હતો. આ સમગ્ર દાદાગીરીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, દિપક ઇજારદાર અગાવ પણ વિવાદમાં આવી ચુક્યા છે.

