Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Video/ Before stealing from a temple thief fell at the feet of the goddess,

Video/ Surat ના મંદિરમાં ચોરી કરતા પહેલા ચોર માતાજીના પગે પડ્યો, પછી દાનપેટી લઈને રફુચક્કર!

Timeછેલ્લું અપડેટ : 14 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, એક અજાણ્યો શખ્સ મંદિરમાં પ્રવેશે છે. ચોરી કરવાના ઈરાદે આવેલા આ શખ્સે પહેલા માતાજીની મૂર્તિ સામે અત્યંત શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવ્યું અને પગે પડ્યો. જાણે ભગવાન પાસે પોતાના પાપની માફી માંગતો હોય કે ચોરીમાં સફળતાના આશીર્વાદ! આ 'ભક્તિ' બાદ તેણે આસપાસ રેકી કરી અને મોકો મળતા જ આખી દાનપેટી ઉઠાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

App Store

તપાસ તેજ: ‘ભક્ત ચોર’ કેમેરામાં કેદ

મંદિરમાં સવારે જ્યારે દાનપેટી ગાયબ જોવા મળી ત્યારે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ડિંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. ફૂટેજમાં ચોરનો ચહેરો અને તેની શંકાસ્પદ હિલચાલ સ્પષ્ટ દેખાય છે. પોલીસે આ ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

 

 

ટોપિક્સ:suratsurat news