VIDEO: Surat: ટ્રેકટરે યુવકને બનાવ્યો કાળનો કોળિયો, રોંગ સાઈડ જઈ બાઈકચાલકને કચડ્યો
સુરતના ભટાર ચાર રસ્તા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રેક્ટરે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
ટ્રેક્ટર નીચે કચડાયો
પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રેક્ટર રોડા લઈ જતો હતો ત્યારે તેણે સાઇડ ટકી રાખ્યા વિના સામેથી આવી રહેલા ઉમર 19 વર્ષના સાહિલ શેખ મુસ્તાકને ટક્કર મારી હતી. ટક્કર બાદ સાહિલ ટ્રેક્ટર નીચે આવી ગયો હતો અને પછાડતા મોટા ટાયરે કચ્ચડી મારી હતી. ઘટનાની ભયાનકતાનો અંદાજ ત્યાં આવેલા લોકોના ચીસ પરથી લાગી રહ્યો છે.
ટ્રેક્ટર ચાલક પકડાયો
ઘટનાનું સમગ્ર દ્રશ્ય નજીકના સીસીટીવીમાં કેદ થયું છે, જે હવે સામે આવ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયું છે.દુર્ઘટના બાદ ગુસ્સાયેલા સ્થાનિકોએ તાત્કાલિક ટ્રેક્ટર ચાલકને પકડી પાડ્યો અને ખટોદરા પોલીસને માહિતી આપી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રેક્ટર ચાલકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ભટાર વિસ્તારમાં ટ્રાફિકના વધતા ભંગાણ અને બેદરકારીવાળા વાહનચાલકો સામે સત્તાવાળાઓએ તાત્કાલિક પગલા ભરવાની માગ ઉઠી રહી છે.

