Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Three died due to suffocation, suffocation due to generator smoke

Surat News: ગૂંગળામણના લીધે ત્રણના મોત, જનરેટના ધુમાડાના લીધે શ્વાસ રૂંધાયા

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: ગૂંગળામણના લીધે ત્રણના મોત, જનરેટના ધુમાડાના લીધે શ્વાસ રૂંધાયા

સુરતમાં એક કમકમાટીભરી ઘટના બની છે. સુરતના ભાઠા ગામમાં ગૂંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

App Store

ધુમાડાથી ગૂંગળામણ

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો. એક પરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે છે. 

મૃતકોને બહાર કઢાયા

ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. સ્થાનિકો રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

મૃતકો નામ

બાલુભાઈ પટેલ (ઉં.વ. 77)
સીતાબેન પટેલ (ઉં.વ.56)
વેદાબેન પટેલ (ઉં.વ.60)

ટોપિક્સ:suratsuffocationdeath