VIDEO: સુરત: માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિના વાયરલ વીડિયો મામલે ખેડૂતોએ આપ્યું સમર્થન
સોર્સ : gstv
સુરત જિલ્લાના માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ અને એક ખેડૂત વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. નેશનલ હાઈવે નંબર 56 ના જમીન સંપાદન મામલે રાયસિંગ ચૌધરી નામના ખેડૂત અને ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતમાં ગાળાગાળી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ વિવાદ વધતા જ ધારાસભ્ય કુંવરજી હળપતિએ પોતાની પ્રતિક્રિયા આપી સ્પષ્ટતા કરી છે.ધારાસભ્યના જણાવ્યા અનુસાર, સામે પક્ષેથી ખેડૂતો દ્વારા જ ફોન પર ગાળાગાળી કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ બાદ અસરગ્રસ્ત ખેડૂતો પોતે ધારાસભ્યની ઓફિસે રૂબરૂ પહોંચ્યા હતા. ખેડૂતોએ ધારાસભ્ય કુંવરજી હળપતિની વાતને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને સ્વીકાર્યું હતું કે આ ઓડિયો ક્લિપ સાથે છેડછાડ કરીને તેને ખોટી રીતે વાયરલ કરવામાં આવી છે.

