Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat/ Bloody start to the new year, youth brutally murdered with a paddle in Sachin area

Surat/ નવા વર્ષની લોહીયાળ શરૂઆત, સચિન વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surat/ નવા વર્ષની લોહીયાળ શરૂઆત, સચિન વિસ્તારમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
સોર્સ : gstv

ડાયમંડ સિટી સુરતમાં નવા વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. શહેરના સચિન વિસ્તારમાં અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર એક યુવકની સરેઆમ હત્યા કરી દેવામાં આવી છે.

App Store

ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, સૂરજ નામના યુવક પર અજાણ્યા શખ્સોએ અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સૂરજ પર ચપ્પુના અનેક ઘા ઝીંક્યા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી સૂરજનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. નવા વર્ષની ઉજવણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પોલીસ કાર્યવાહી

હત્યાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી, યુવકના મૃતદેહનો કબજો લીધો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ હત્યા પાછળ કયા કારણો જવાબદાર છે અને હુમલાખોરો કોણ હતા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.