Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Son of teacher couple reaches the sky, becomes pilot

VIDEO: Suratમાં શિક્ષક દંપત્તીનો દીકરો આંબ્યો આકાશને, એરોનોટિકલ એન્જિનિયરિંગ બાદ બન્યો પાયલટ 

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકામાં એક શિક્ષક દંપત્તીનો દીકરો પાયલટ બન્યો છે. દેડવાશન ગામ મિલન પટેલે એરોનોટિકલ એન્જિનિયરીંગના અભ્યાસ બાદ પાયલટ બનવાનો વિચાર આવ્યો હતો. હાલ કોમર્શિયલ પાયલટ બની અન્ય ને પ્રેરણા આપી રહ્યો છે.

App Store

સપનાને આવી પાંખો

કહેવાય છે કે આકાશને આંબવાની કોને ઈચ્છા ના હોય . પણ ઘણા ઓછા લોકો હોય છે જે પોતાના લક્ષ્ય સુધી અટલ રહેતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના દેડવાશન ગામના મિલન પટેલે પોતાના ગામ મહુવા સ્થિત શાળામાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. બાદમાં આગળ જતાં તેને પાયલટ બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. આ મિલન પટેલના માતા પિતા શિક્ષક દંપતી છે. જેને પુત્રના સ્વપ્નને વેગ આપી પ્રોત્સાહિત કર્યો હતો. એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ બાદ મિલન પટેલ પાયલોટ બનવા તરફ આગળ વધ્યો. અભ્યાસ દરમિયાન એર ઇન્ડિયા માં એક માસ ઇનટર્નશિપ કરવાની તક મળી.

સ્વપ્ન કર્યુ સાકાર

પાયલટ બનવું અને રોમાંચ કારી અનુભવ બાદ તેણે નક્કી કરી લીધું કે, હવે પાયલોટ બનવા દિશા માજ આગળ વધવું છે. રાજ્ય સરકારની યોજનામાંથી 25 લાખની આર્થિક સહાય પણ મેળવી અને અમેરિકામાં જઈ તાલીમ મેળવી હતી. તમામ પ્રક્રિયા સફળતા પૂર્વક પસાર કર્યા બાદ તેને ઈન્ડિગોમાં નોકરી મળી ગઈ. નાનપણ ના સમયે મિલન પટેલે સેવેલ પાયલટ નું સ્વપ્ન એક વિચાર લાગતો હતો. કારણ ગામડા ગામ માંથી આવી સિદ્ધિ મેળવવા નો વિચાર કોને આવે. પણ મિલન પટેલે કરી બતાવ્યું.

ટોપિક્સ:suratmahuvapilot