Surat News: અસલીના નામે નકલીનો ખેલ, ઘટાદાર વાળ માટે ક્યાંક આવું શેમ્પૂ તો નથી વાપરતા ને ?

માથામાં વાળ ચોખ્ખા રહે,ઘટાદાર રહે તે માટે શું તમે બ્રાન્ડ શેમ્પૂ નો ઉપયોગ કરી રહ્યા છો જો કરી રહ્યા હોય તો એકવાર ચેતીજ્જો ,કારણ કે એ જો નકલી શેમ્પૂ હશે તો હશે એ પણ વાળ ખરી જશે ,આ વાત એટલા માટે કરવી પડી કે કામરેજ પોલીસે બ્રાન્ડ શેમ્પૂ નો નકલી જથ્થો ઝડપ્યો છે. જેમાં "નકલી અસલીનો ખેલ" કામરેજ તાલુકાના નવાગામ ખાતે આવેલ નવકાર ઇન્ડસ્ટ્રીઝના વિભાગ 1 માં એક ગોડાઉનમાં નકલી શેમ્પૂનો જથ્થો હોવાની કામરેજ પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે કામરેજ પોલીસે છાપો માર્યો હતો. ગોડાઉનનું શટર ઊંચું કરી હેડ એન્ડ શોલ્ડર કંપની ના નકલી શેમ્પૂ નો મોટી માત્રામાં જથ્થો જોઈને કામરેજ પોલીસ પણ ચોંકી ગઈ હતી. અને હાજર મુકંદ હસમુખ ભાઈ માવાણી નામના ઇસમની પૂછતાછ કરતા તેણી પાસે કોઈપણ જાતનો પરવાનો મળી આવ્યો ન હતો.
એક્સપાયર ડેટ પણ નહોતી
નકલી બોટલો ચેક કરવામાં આવતા બોટલો પર કોઈપણ જગ્યાએ ઓથોરાઈઝ લખાણ કે સિક્કો જોવા મળ્યો ન હતો. એક્સપાયર ડેટ પણ હતી નહી સાથે જ ઘણી બોટલો હેડન શોલ્ડર ના સ્ટીકર વગરની મળી આવી હતી. પોલીસે હેડન શોલ્ડર ના સ્ટીકર લગાડેલી 4115 નંગ બોટલ,30 નંગ સ્ટીકર વગરની બોટલ, અન્ય 50 બોટલ મળી કુલ 49.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુકુંદ હસમુખ પટેલ ની ધરપકડ કરી હતી
કારખાનું ઊભું કરી નકલી શેમ્પૂની પ્રોડક્ટ બનાવી
સ્થળ પરથી ઝડપાયેલા ભેજાબાજ ઇસમની પોલીસે કડક પૂછતાછ કરતા તેણે સુરત સિટી ખાતે કારખાનું ઊભું નકલી શેમ્પૂની પ્રોડક્ટ બનાવી હતી અને ફ્લિપકાર્ટ પર વેચવા મૂકી હતી. જ્યાં માલ રિજેક્ટ થતા કામરેજ ના નવાગામ ખાતે ગોડાઉન ભાડે રાખી હોલસેલ માં પધરાવી દેવાની ફિરાકમાં હતો. પરતું કોઈ હોલસેલ ના વેપારીઓ આવે એ પહેલા કામરેજ પોલીસ આવી ગઈ હતી અને આ કૌભાડ ઝડપી પાડ્યું હતું. ત્યારે હાલ અન્ય કેટલા ઇસમો સંડોવાયેલા છે ? કેટલા વર્ષથી આ વેપલો ચાલી રહ્યો હતો ?, કેટલો નકલી જથ્થો વેચ્યો ? એ દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

