Surat News: નેશનલ યોગા કલસ્ટર ટુર્નામેન્ટ, રાજસ્થાન-મધ્યપ્રદેશ-ગુજરાતના 600 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

રાજસ્થાન- જયપુરના મેયર ડો. સૌમ્યા ગુર્જર સુરતની મુલાકાતે છે. તેણીએ સી.બી પટેલ ગ્રૂપ સંચાલિત નંદુબા ઇંગલિશ એકેડેમી શાળામાં નેશનલ યોગા ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી.
ટુર્નામેન્ટનો શુભારંભ
હાલ સુરત શહેર ના અલથાણ વિસ્તારમાં આવેલ ડી.સી પટેલ નવનિર્માણ એજ્યુકેશન અને સી.બી પટેલ સ્પોર્ટ્સ ગ્રૂપ દ્વારા નેશનલ યોગા ક્લસ્ટર ટુર્નામેન્ટ યોજાઇ રહ્યું છે, ત્યારે તારીખ ૩૧મી જુલાઈ ના રોજ આ ટુર્નામેન્ટ નો શુભારંભ સુરત શહેર ના મેયર દક્ષેશ માવાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું.શુભારંભ ના પ્રસંગે શાળા ના ચેરમેન પંકજ ભાઈ ગિજુભાઈ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપલ ડોકટર મોનિકા શર્મા હાજર રહ્યા હતા.
600 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
નેશનલ યોગા ક્લસ્ટર ટુર્નામેન્ટ માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત માંથી 600 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિવિધ પ્રકારના યોગ કર્યા હતા. સી.બી પટેલ ગ્રૂપ સંચાલિત નંદુબા ઇંગલિશ એકેડેમી ના નેશનલ લેવલ ની ટુર્નામેન્ટ માં રાજસ્થાન ના જયપુર શેહરના મેયર ડોકટર સોમ્યા ગુર્જર એ પણ મુલાકાત લીધી હતી અને તમામ ભાગ લેનાર વિધાર્થીઓને યોગ પ્રત્યે પ્રોત્સાહન અને સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી હતી.

