Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Municipality's gift to sisters free travel with children in buses

Surat News: રક્ષાબંધનના દિવસે બહેનોને પાલિકાની ભેટ, બસમાં બાળકો સાથે કરાવાશે મફત મુસાફરી

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: રક્ષાબંધનના દિવસે બહેનોને પાલિકાની ભેટ, બસમાં બાળકો સાથે કરાવાશે મફત મુસાફરી
સોર્સ : GSTV

સુરત મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસમાં રક્ષાબંધનના દિવસે વિના મુલ્યે મુસાફરીની જાહેરાત કરી છે. આગામી શનિવારે રક્ષાબંધન છે તે દિવસે બહેનો અને 15 વર્ષ સુધીના બાળકો પાલિકાની બસમાં વિના મુલ્યે મુસાફરી કરી શકશે આ તકનો લાભ લેવા માટે પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે અપીલ કરી છે. 

App Store

બસના 45 રૂટ પર મુસાફરી કરાવાઈ છે

સુરત પાલિકાએ એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં જણાવ્યું છે કે  સુરત પાલિકા ભારતનો સૌથી લાંબો 108 કિલોમીટરનો બીઆરટીએસ રૂટ ધરાવે છે. બીઆરટીએસના 13 રૂટ અને સીટી બસના 45 રૂટ પર રોજ બે લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. 

15 વર્ષ સુધીના બાળકોને મળશે લાભ

સુરત પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની સુચના મુજબ આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સીટી બસમાં મહિલા અને બાળકોને વિના મુલ્યે મુસાફરી કરી શકશે. આગામી શનિવારે રક્ષાબંધન છે અને તે દિવસે પાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં 15 વર્ષ સુધીના બાળકો અને મહિલાઓ વિના મુલ્યે મુસાફરી કરી શકશે. વધુમાં વધુ મહિલાઓ આ તકનો લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી છે. 

ટોપિક્સ:suratbrtsfree bus