Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Body of 16-year-old girl found at construction site

Surat News: બાંધકામ સાઈટ પરથી 16 વર્ષીય કિશોરીનો મળ્યો મૃતદેહ, ધોરણ 10માં કરતી હતી અભ્યાસ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: બાંધકામ સાઈટ પરથી 16 વર્ષીય કિશોરીનો મળ્યો મૃતદેહ, ધોરણ 10માં કરતી હતી અભ્યાસ
સોર્સ : GSTV

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બાંધકામ સાઇટ પરથી મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને કિશોરીના મૃત્યુના કારણો જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

App Store

મોબાઈલ પર ફોન ન ઉપાડ્યો

16 વર્ષની કિશોરી અસ્વિતા ડામોરનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં મળ્યો છે. અસ્વિતા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. માહિતી મુજબ, ગતરોજ સાંજે અસ્વિતા પોતાની સખીના ઘરે જવા નીકળી હતી, પરંતુ રાત્રે ઘરે પરત ન આવતાં પરિવારજનોએ મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. મોબાઇલ ફોન ન ઉપડતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી, પરંતુ કિશોરી ન મળતા તાત્કાલિક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને કિશોરી પાંડેસરા વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું. પોલીસ જ્યારે પાંડેસરાના સપનોલોક બાંધકામ સાઇટ પર પહોંચી, ત્યારે અસ્વિતા મૃત હાલતમાં મળી આવી. હાલ પાંડેસરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કિશોરીના મોતના કારણોને લઈને વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે.

 

ટોપિક્સ:suratgirl deathconstruction site