VIDEO: Suratમાં સૌરાષ્ટ્રમાં થયેલા હુમલાના પડ્યાં પડઘાં, સંકલન બેઠકમાં વિરોધની ઘડાઈ રણનીતિ
વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ મુકામે પાટીદાર સમાજના આગેવાન એવા ખેડૂત વડીલ પર હીંચકારી હુમલો થયો છે. અસામાજિક તત્વો દ્વારા ખેડૂત પર હુમલો ન થાય તે માટે મનોમંથન કરવા તથા સમાજ જાગૃતિ અને હુમલાખોર પર કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવા પ્રકારના ગુના અટકે એ બાબતે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી છે. અરજણભાઇ રામજીભાઈ દિયોરા નામના ખેડૂત પર ગામની નહેરમાંથી બે બોરી રેતી લેવા માટેની ઘટના અંગે અસામાજિક ત્રણ વ્યક્તિઓએ અભદ્ર ભાષામાં હુમલો કરીને એક બેફામ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટના અંગે સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા કતારગામ સ્થિત એક ફાર્મ પર ૨૦૦૦થી વધુ સંખ્યામાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાય હતી. જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતથી 300 જેટલી કારનો કાફલો કાળા તળાવ ગામ જવા રવાનો થયો છે. જ્યાં શુક્રવારે સાંજે 5 વાગ્યે પાટીદાર જાહેરસભામાં સહભાગી બનશે.આ બેઠકમાં અશોક અધેવાડાએ કહ્યું કે, આ પ્રકારના હુમલાઓ અને દબાવવાની નીતિ વધી રહી છે. ત્યારે કાયમી ઉકેલ આવે તેવી વ્યવસ્થા કરવી જ પડે તેવો સમય આવી ગયો છે.

