સુરત/ હિંદુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવી ઝડપાયો, પાકિસ્તાન-નેપાળ સહિતના દેશનું ખુલ્યું કનેક્શન

હિન્દુ સનાતમ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. આ નેતાને પાકિસ્તાન, નેપાળ તથા અન્ય દેશના લોકો સાથે મળી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યારે ધમકી આપનાર કઠોર ગામના મૌલવી સોહેલ અબુબકર ટીમોલને દબોચી લેવામાં આવ્યો છે.
મદ્રેસાનો હાફિઝ ઝડપાયો
ધમકી આપનાર મહમદ સોહેલ કઠોર ગામમાં આવેલી મદ્રેસામાં હાફિઝ અને આલીમ બનેલ છે. કઠોર-અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે. તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.
ઈન્ટરનેશનલ સીમ નંબર પર વોટસએપ ચલાવતો
સોહેલ પાસેથી મળી આવેલા મોબાઈલની તપાસ દરમિયાન તે છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનનાં મોબાઈલ ધારક ડોગર તથા નેપાળના મોબાઈ ધારક શેહનાઝ નામના ઈસમો સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો. બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહીને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા નબીબી ગુસ્તાખી કરવામાં આવે છે. તેને સીધા કરવાની જરૂર છે. તેવી ઉશ્કેરણી કરી મૌલવીને હિન્દુવાદી સંગઠનોના અગ્રણીઓને ધમકી આપવા જણાવવામાં આવતી હતી. પોતાની ઓળખ ન થાય તે માટે લાઓસ દેશનો ઈન્ટરનેશનલ સીમ નંબર ગેરકાયદે મેળવીને તેમાં બિઝનેસ વોટસએપ એક્ટીવ કરવામાં આવ્યું હતું. આ નંબર પરથી હિન્દુ નેતા ઉપદેશ રાણા, રાજાસીંગ, સુરેશ ચવ્હાણ તથા નુપુર શર્માને ધમકી આપવામાં આવી હતી.
હથિયારો મગાવ્યા હતા
સોહેલ ઉર્ફે મૌલવીએ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદે ભારતના રાષ્ટ્રધ્વજના ફોટોમાં ચેકા કર્યા હતાં. સાથે જ હિન્દુ ધર્મ બાબાતે પોસ્ટ કે વીડિયો ઉપર અભદ્ર કોમેન્ટ કરી હતી. 6 ડિસેમ્બર બ્લેક ડે અંગેના કોમેન્ટના ફોટા તથા હિન્દુ દેવી દેવતાના ચિત્રો મોર્ફ કરી સોશિયલ મીડિયાના પોતાના ગ્રુપમાં પોસ્ટ કરી વિદેશી હેન્ડલર પાસેથી હથિયારો મગાવ્યા હતાં.

