Surat: બારડોલીમાં વીજ લાઇન નાખવા કેળના ઉભા પાક પર જેસીબી ફેરવાયુ,પાવર ગ્રીડ સામે ખેડૂતોનો રોષ
સોર્સ : GSTV
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામરોડ લૂંભા ગામે પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખાવડા પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા વીજ લાઇન નાખવાની કામગીરી દરમિયાન કેળના ઉભા પાક પર જેસીબી ફેરવી દેવાતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના મોંએ આવેલો કોળિયો છીનવાયો છે. ખેડૂત નરેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી યોગ્ય જંત્રી મુજબ વળતર આપવાની માંગ કરી છે. સાથે જ સર્વે નંબરની ક્ષતિઓ સુધરે અને યોગ્ય વળતર નક્કી ન થાય ત્યાં સુધી કામગીરી અટકાવવાની પણ માંગ ઉઠી છે.

