Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Husband turns into a beast after second daughter's birth

સુરતમાં બીજી દીકરીના જન્મ બાદ પતિ બન્યો હેવાન, પત્નીનું મોઢું દબાવ્યું નણંદે ઝેર પીવડાવ્યું

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં બીજી દીકરીના જન્મ બાદ પતિ બન્યો હેવાન, પત્નીનું મોઢું દબાવ્યું નણંદે ઝેર પીવડાવ્યું

સુરત શહેરમાં ઘોર કળિયુગ દર્શાવતો અને માનવતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. બીજી દીકરીનો જન્મ થતા પત્નીનું પતિએ મોઢું દબાવી અને નણંદે ઝેર પીવડાવી દીધું હતું. ઉમરવાડામાં બીજી દીકરી થતાં પરિણીતાનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. 

App Store

આ પણ વાંચોઃ સુરતમાં શિવકથાના હોર્ડિંગ્સ ઉતારવાનો વિવાદ વકર્યો, ભાજપ કોર્પોરેટરે રાજીનામું આપવાની ઉચ્ચારી ચીમકી

3 વર્ષ અગાઉ લગ્ન થયા હતા

પરિણીતા તસ્લીમા અંસારીની ફરિયાદ પર પુણા પોલીસે પતિ આકીબ યુસુફ અંસારી અને નણંદ રોશન ઈકરાર ફૈઝુની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.તસ્લીમાના આકીબ સાથે 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના થોડા જ મહિના પછી આકીબની બેનનું સગપણ થયું હતું. જેને લઈ અણબનાવ થતાં પતિએ પત્નીને માર માર્યો હતો. તસ્લીમાને બીજી દીકરીનો જન્મ થતા આકીબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા . 17મી તારીખે બપોરે દંપતી દીકરીને લઈ ઝઘડો થયો હતો. 

દીકરીનો ગુસ્સો પત્ની પર ઉતાર્યો 

17મી તારીખે સવારે સાતેક વાગ્યાના અરસામાં દીકરીએ ઊંધમાંથી ઉઠીને રડી રહી હતી, જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો. આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝઘડો કરી તમાચા મારી દીધા હતા. આ દરમિયાન નણંદ રોશન ત્યાં આવી ગઈ અને તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો.