Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Controversy over removal of Shiva Katha hoardings in escalates

સુરતમાં શિવકથાના હોર્ડિંગ્સ ઉતારવાનો વિવાદ વકર્યો, ભાજપ કોર્પોરેટરે રાજીનામું આપવાની ઉચ્ચારી ચીમકી

Timeછેલ્લું અપડેટ : 20 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં શિવકથાના હોર્ડિંગ્સ ઉતારવાનો વિવાદ વકર્યો, ભાજપ કોર્પોરેટરે રાજીનામું આપવાની ઉચ્ચારી ચીમકી

સુરતમાં  ખરવાસા વિસ્તારમાં કથાકાર પં. પ્રદિપ મિશ્રાની શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવકથાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હોવાથી દેશભરમાંથી પ્રતિદિન લાખોની સંખ્યામાં કથા સાંભળવા માટે ભક્તો આવી રહ્યા છે. ત્યારે આયોજનને લઈને શહેરભરમાં અનેક હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં. જેને કથા શરૂ હોવા છતાં ઘણી જગ્યાએથી ઉતારી લેવાતા વિવાદ વકર્યો છે. 

App Store

આ વાંચોઃ સુરતના 5 રત્નકલાકારોએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે બનાવી અનોખી ભેટ, જુઓ PHOTO

ઠરાવ રદ્દ થયો

કથાને લઈને રાજકારણ જોડાયું હોય સોમનાથ મરાઠેના રાજકીય કદ વધતા જોઇને ભક્તો સવાલ કરી રહ્યા છે કે, આ કાર્યક્રમ જોઈને કોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. જેના કારણે હોર્ડિંગ્સ ઉતારી લેવા પડ્યા. પાલિકાની ટ્રાન્સપોર્ટ સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ કહ્યું હતું કે, પક્ષનું સારું દેખાય અને સંગઠન મજબૂત બને તે માટે સતત કથામાં સક્રિય હતો. જેને પગલે સ્થાયી સમિતિ દ્વારા શહેરમાં 80 જેટલા હોર્ડિંગ લગાડવાની મંજૂરી આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવ રદ કરવા મુદ્દે સ્થાયી સ‌િ‌મતિ દ્વારા મને કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી, જે યોગ્ય નથી. 

મારુ અપમાન થયું

ઠરાવ રદ્દ થવાને કારણે ભક્તોની ધાર્મિક લાગણી દુભાઇ છે અને સમિતિ ચેરમેન તરીકે મારૂ પણ અપમાન થયું છે. આગામી દિવસોમાં હાઇકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. સમિતિ અધ્યક્ષ તરીકે મારાથી કોઇ ભૂલ થઇ હોય તો હાઇકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું. શાહ પબ્લિસિટીવાળા કથામાં આગળ બેસવા માટે સતત પાસ માંગીને અમને બ્લેકમેઇલ કરતા હતા. તેમના વિરોધી વલણથી આગામી દિવસમાં તેમની સામે વિરોધ પ્રદર્શન કરાશે.