Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : eckless biker hit an SMC employee, the employee died on the spot

VIDEO: Surat / બેફામ બાઈક ચાલકે SMCના કર્મચારીને અડફેટે લીધો, કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના ડીંડોલી વિસ્તારમાં રવિવારે 29 માર્ચની મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરત મહાનગરપાલિકા (SMC)માં પટાવાળા તરીકે ફરજ બજાવતા યુવકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ બાઈક ચાલક ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ તેજ કરી છે.

App Store

મળતી માહિતી મુજબ, ડીંડોલી વિસ્તારમાં રવિવારે રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા એવેન્જર બાઇકચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા કોર્પોરેશનના પટાવાળાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું  મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ એવેન્જર બાઈકનો ચાલક માનવતા નેવે મૂકીને પોતાની ગાડી સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.