VIDEO/ Surat: નશામાં ધૂત પિતા-પુત્રએ ફેરિયાનું માથું ફોડી નાખ્યું, પોલીસ દ્વારા હુમલાખોરોની અટકાયત
સોર્સ : GSTV
સુરત રેલ્વે સ્ટેશન બહાર માથાભારે ફેરિયાઓના આતંકને કારણે જાહેર માર્ગ પર અફરાતફરી મચી ગઈ હતી. અહીં ધંધાની હરીફાઈમાં પિતા-પુત્રએ મળીને અન્ય એક ફેરિયા પર લોખંડના સળિયા અને લાકડી વડે જીવલેણ હુમલો કરી તેનું માથું ફોડી નાખ્યું હતું. સાયકલ પર પાન-મસાલા વેચતા શખ્સો દ્વારા કરાયેલા આ હિંસક હુમલામાં ભોગ બનનાર યુવક લોહીલુહાણ થતાં મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. હુમલાખોરો નશામાં હોવાની આશંકા વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હુમલો કરનાર પિતા-પુત્રની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

