Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : caught hybrid ganja worth Rs 6.18 crore at Surat airport

Surat એરપોર્ટ પર 6.18 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે મહિલા સહિત બે પકડાયા, બેંગકોકથી લવાયો હતો જથ્થો

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surat એરપોર્ટ પર 6.18 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે મહિલા સહિત બે પકડાયા, બેંગકોકથી લવાયો હતો જથ્થો
સોર્સ : GSTV

બેંગકોકથી સુરત લવાયેલો ૬.૧૮ કરોડનો હાઈબ્રીડ ગાંજો એરપોર્ટ પરથી ઝડપાયો છે. એક મહિલા સહિત બે મુસાફરો પાસેથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો જોઈ ક્રાઈમ બ્રાંચ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

App Store

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 

સુરત એરપોર્ટ પર બેંગકોકની ફ્લાઈટમાં હાઈબ્રિડ ગાંજો લવાયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચએ ૬.૧૮ કરોડના હાઈબ્રિડ ગાંજા જપ્ત કરી આરોપી મોહમ્મદ ઈકવાલ અહેમદ ખાન અને રાસીયા અબ્દુલ કપૂરને પકડવામાં આવ્યા છે. પોલીસે આ આરોપી મુસાફરોની બેગમાંથી ૧૭.૭૦૦ કિલોનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે, જેની કિંમત ૬.૧૮ કરોડ છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ જથ્થો કોણે મોકલ્યો હતો તેમજ કઈ જગ્યાએ ડિલિવરી કરવાની હતી, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. થોડાક દિવસો પહેલા પણ સુરત ક્રાઈમ બ્રાન્ચએ કસ્ટમ વિભાગને સાથે રાખી બેંગકોકથી આવતી ફ્લાઈટમાં ગાંજાની સ્મગલિંગ કરતા જાફર ખાન સહિતના સ્મગ્લરોની પણ ધરપકડ કરી હતી.