મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત બન્યું બોગસ ડોક્ટરનું હબ, દર્દીઓની જિંદગી સાથે 'પ્રેક્ટિસ' કરતાં વધુ 4 જોલાછાપ દબોચાયા

ટેક્સટાઈલ અને ડાયમંડ હબ બનેલા સુરતની નવી ઓળખ જોલા છાપ ડોક્ટરની બની રહી છે. બોગસ ડિગ્રીઓ આપનારા રશેષના કારણે અ

સુરત બન્યું બોગસ ડોક્ટરનું હબ, દર્દીઓની જિંદગી સાથે 'પ્રેક્ટિસ' કરતાં વધુ 4 જોલાછાપ દબોચાયા

ટેક્સટાઈલ અને ડાયમંડ હબ બનેલા સુરતની નવી ઓળખ જોલા છાપ ડોક્ટરની બની રહી છે. બોગસ ડિગ્રીઓ આપનારા રશેષના કારણે અસંખ્ય ડોક્ટરો બોગસ રીતે પ્રેક્ટિસ કરી રહ્યાં છે. ત્યારે વધુ 4 ડીગ્રી વગર ડોક્ટર બનીને લોકોની જિંદગી સાથે ચેડાં કરતા ભેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, છ લલનાઓ સહિત ત્રણ ગ્રાહક પકડાયા

ડમી પેશન્ટ મોકલીને રેડ કરાઈ

સુરતમાંથી વધુ એક વખત બોગસ ડોકટરોને પોલીસે ઝડપી પાડ્યા છે. ભેસ્તાન પોલીસ દ્વારા માણસોની અલગ અલગ ૨૨ ટીમો બનાવીને ડીગ્રી વગરના ડોક્ટર બની કલીનીક ચલાવતા ઇસમોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. ભેસ્તાન પોલીસ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકરિ જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખીને ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલીને ખાત્રી તપાસ કરાવી હતી.

દવા-ઈન્જેક્શન સહિતનો જથ્થો ઝડપાયો

ભેસ્તાન વિસ્તારમાંથી ૨૨ તબીબોને ચેક કરતા તેમાંથી કુલ ૪ બોગસ તબીબો દ્વારા કલીનીકો ખોલીને આવી પ્રવુતિ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.; પોલીસે ૪ બોગસ તબીબોને ઝડપી પાડી તેઓના કલીનીકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન સીરપ સહિત ૨૬૮૦૨ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

કોની કોની ધરપકડ કરાઈ 

[૧] મોહમ્મદ જાવેદ મોહમદ ઇદુ શેખ [ઉ.૫૩]
[૨] બીબેકાનંદ બીજયક્રિષ્ણા બિસ્વાલ [ઉ.૫૮] 
[૩] મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી [ઉ.૨૭] 
[૪] મલય મોહનીશ બિસ્વાસ [ઉ.૪૦]

આ સમાચાર શેર કરો