VIDEO: સુરતમાં ભાજપનો કાર્યકર ભૂલ્યો ભાન, જાહેરમાં જન્મદિવસ ઉજવી કમિશનરના જાહેરનામાના ઉડાવ્યા લીરાં
સુરતમાં પાલિકાનું ભાજપનું શાસન છે. રાજ્યમાં અને દેશમાં પણ ત્યારે ભાજપી કાર્યકરો

સુરતમાં પાલિકાનું ભાજપનું શાસન છે. રાજ્યમાં અને દેશમાં પણ ત્યારે ભાજપી કાર્યકરો સત્તાના મદમાં હોય તે રીતે નિયમોનો ભંગ કરતાં હોય તેવા દૃશ્યો છાસવારે સામે આવી રહ્યાં છે. સચિન વિસ્તારના ભાજપના કાર્યકરે પોતાનો જન્મદિવસ જાહેરમાં ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.
આ પણ વાંચો: સુરતમાં માલધારીઓની દાદાગીરી!, પાલિકાની ટીમે પકડેલી ગાયોના દોરડા કાપી છોડાવી ગયા
જાહેરનામાનો ભંગ
સુરત પોલિસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવવા અંગે સ્પષ્ટ મનાઈ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે અગાઉ કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. જો કે, સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉજવણી કરતો યુવક ભાજપના કાર્યકર્તા છે.
ડીજેના તાલે નાચ્યા
જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરે રેલી યોજી હતી. ડીજે સાથે ડાન્સ કરવામાં આવ્યો હતો. સાથે જાહેરમાં આતશબાજી પણ કરવામાં આવી હતી. કેક કાપવામાં આવી હતી. જેથી લોકોએ કહ્યું કે, શું ભાજપના કાર્યકર્તાઓને કાયદાનું ભાન નથી? પોલીસનો કોઈ ડર ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. શું આવા લોકો ઉપર પોલીસ કમિશનર કાયદાનું ભાન કરાવશે તેવા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.




