Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Be careful while filling gas in CNG car! Car driver injured after gas pipe leaks

VIDEO: CNG કારમાં ગેસ ભરતા સમયે સાવધાન! બારડોલીમાં ગેસ પાઇપ છટકતા કાર ચાલકને વાગી

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતમાં કારમાં CNG ગેસ ભરતા સમયે સાવધાનની રાખવા જેવી ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બારડોલીમાં CNG પમ્પ ખાતે કારમાં ગેસ પૂરાવતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં ગેસ પૂરતી વખતે ગેસની પાઇપ છટકીને ડ્રાઈવરને વાગી હતી. જેમાં ડ્રાઈવર બેભાન થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે ઘટનાને લઈને પોલીસે તપાસે હાથ ધરી છે. છોટાઉદેપુરના બારડોલીમાં CNG પમ્પ ખાતે કારમાં ગેસ પૂરાવતા સમયે ગેસની પાઇપ છટકીને સીધી નજીક ઊભેલા ડ્રાઈવર પર આવી હતી. ડ્રાઈવરને મોઢાના ભાગે પાઇપ વાગતા તરત બેભાન થઈ પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, CNG પમ્પ ખાતે કારમાં ગેસ પૂરાવતી વખતે ગેસની પાઇપ છટકીને ડ્રાઈવરને વાગી હતી અને ડ્રાઈવર પડી જતાં CNG પમ્પના બે કર્મચારીઓ તેની પાસે આવે છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં ધોળે દિવસે લૂંટ, બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતા યુવકને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી રૂપિયા આંચકી લેવાયા