Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : AAP and police clash, opposition leader's taunts

સુરત પાલિકાની ઓફિસ બની સમરાંગણ, AAP અને પોલીસ વચ્ચે ઝપાઝપી, વિપક્ષ નેતાની ટીંગટોળી

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2025
લાઇવ ટીવીGoogle News
સુરત પાલિકાની ઓફિસ બની સમરાંગણ, AAP અને પોલીસ વચ્ચે ઝપાઝપી, વિપક્ષ નેતાની ટીંગટોળી

સુરત મહાનગરપાલિકા આજે સમરાંગણ થોડા સમય માટે બની ગઈ હતી. વિપક્ષ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે પાલિકા કમિશનરને રજૂઆત કરવાની જાહેરાત કરાઈ હતી. જેથી પોલીસ કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા આપના નેતાઓની અટકાયત થઈ રહી હતી. ત્યારે પોલીસના જવાનો દારૂના નશામાં હોવાના પણ આપ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતાં. આપ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ત્યારબાદ વિપક્ષના નેતા સહિતનાની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.

App Store

પોલીસ પર આક્ષેપ

વિપક્ષના નેતાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે, પોલીસ- અધિકારી ભાઈ ભાઈ ,ભેગા મળી ખાઈ મલાઈ.. વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળવા જવાનું આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ સિક્યુરિટીએ મ્યુનિસિપલ કમિશનર મિટિંગમાં હોવાનું કહીને તેમને રોકી દીધા હતા.વિપક્ષ નેતા પાયલ સાકરીયા સહીત મહિલા કોર્પોરેટરો શાંતિપૂર્ણ રીતે નેતા વિપક્ષની ચેમ્બરમાં જતા હતાં ત્યારે બળજબરીથી ખેંચાખેંચીને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. ત્યારે મહિલા કોન્સ્ટેબલ હોવા છતાં પણ પુરૂષ પીઆઈ દ્વારા હાથ પકડીને અટકાયત માટે પ્રયાસ કરવામાં આવ્યા હોવાના આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

પોલીસનું અભદ્ર વર્તન

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ કહ્યું કે, ભાજપ અને પાલિકાના અધિકારીઓ એક થઈને કામ કરી રહ્યા છે. જેથી અમે લોકશાહીમાં કમિશનરને પૂછવાનો અમારો હક છે. છતાં પણ કમિશનર અમને મળતા નથી. અમારા પત્રોના જવાબ પણ આપતા નથી. આજે જ્યારે અમે વિરોધ કરી રહ્યા હતા. ત્યારે હું વિરોધ કર્યા બાદ મારી વિરોધ પક્ષની ઓફિસ તરફ જઈ રહી હતી. ત્યારે અન્ય મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં પણ પીઆઈએ મારો હાથ ખેંચીને અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે ખૂબ જ દુઃખદ છે. અમારી સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું હતું. હું શાંતિથી મારી ઓફિસમાં જઈ રહી હતી. સૂત્રોચ્ચાર પણ કરતી ન હતી છતાં પણ પીઆઈ દ્વારા મને રીતસર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.