Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Bhavnagar: Gariyadhar Municipality's bill of Rs. 50 lakhs is pending

ભાવનગર: ગારીયાધાર નગરપાલિકાનું 50 લાખનું બીલ બાકી, PGVCLએ આપી અંતિમ ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ભાવનગર: ગારીયાધાર નગરપાલિકાનું 50 લાખનું બીલ બાકી, PGVCLએ આપી અંતિમ ચેતવણી

ભાવનગરના ગારીયાધાર નગરપાલિકાનું 50 લાખ રૂપિયાનું બાકી બીલ ભરવા માટે PGVCL દ્વારા અલ્ટીમેટમ આપવામા આવ્યું છે. મળતા  અહેવાલ પ્રમાણે વોટર વર્કસ, સ્ટ્રીટ લાઇટ સહિતના કનેક્શન કાપી નાખવા માટે PGVCLએ અંતિમ ચેતવણી આપી છે. ગારીયાધાર નગરપાલિકાને વીજબીલ ભરવા માટે PGVCL દ્વારા છ નોટિસ ફટકારવામાં આવી છે.

App Store

નગરપાલિકાને વીજબીલ ભરવા માટે PGVCL દ્વારા છ નોટિસ

નોટીસ ફટકારી છતાં પણ ગારીયાધાર નગરપાલિકા ગણકારતી નથી.વોટર વર્કસ ડિપાર્ટમેન્ટનું 34 લાખ અને સ્ટ્રીટ લાઈટ ડિપાર્ટમેન્ટનું 16 લાખ બીલ લાંબા સમયથી બાકી છે.સતત ખાડે જઈ રહેલા ગારીયાધાર નગરપાલિકાનું વહીવટી શાશન જો વીજબિલ ભરપાઈ નહિ કરે તો શહેરીજનોને મુશ્કેલીમાં મુકશે..