Surat news: તુષાર ઘેલાણીને એક મહિલા આપતી હતી ત્રાસ, પરિવારજનો દ્વારા પોલીસમાં કરાઈ અરજી

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત મામલે તેમના પરિવારજનોએ પોલીસમાં એક મહિલા વિરુદ્ધ અરજી આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે આ મહિલા તુષાર ઘેલાણીને ત્રાસ આપતી હતી. હાલ તો પોલીસ અરજીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ હોસ્પિટલમાં આવી હોબાળો મચાવ્યો
સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. તુષાર ઘેલાણીને એક મહિલા બ્લેક મેલિંગ કરતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. તેવી તુષાર ઘેલાણીના પરિવારે પોલીસને અરજી આપી છે. મહિલા વિરુદ્ધ થયેલી અરજીની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 4 ફેબ્રુઆરીએ આ જ મહિલાએ હોસ્પિટલમાં આવી હોબાળો પણ મચાવ્યો હોવાનો અરજીમાં જણાવાયુ છે. ઉલ્લેખનીય છે કે તુષાર ઘેલાણીએ પોતાના જ નિવાસ સ્થાને લાયસન્સ વાળી રિવોલ્વર વડે માથાના ભાગે ગોળી મારી હતી. તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પાંચ ફેબ્રુઆરી તેમણે અંતિમ શ્વાસ લીધા અને તે જ દિવસે તેમની દીકરીના લગ્ન નક્કી કરાયા હતા.

