Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 21-year-old arrested based on bullet marks in chest

Surat News: છાતીમાં વાગેલી ગોળીના નિશાનના આધારે 21 વર્ષે ઝડપાયો, પોલીસથી બચવા આરોપી બની ગયો ડ્રાઈવર

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Surat News: છાતીમાં વાગેલી ગોળીના નિશાનના આધારે 21 વર્ષે ઝડપાયો, પોલીસથી બચવા આરોપી બની ગયો ડ્રાઈવર
સોર્સ : GSTV

સુરતના લિંબાયતમાં લૂંટના ગુનામાં છેલ્લા 21 વર્ષથી ફરાર ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર સતીષ બાબુલાલ ગુપ્તા ઉર્ફે તિવારી ઉર્ફે કોરીને મુંબઈના થાણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી કુખ્યાત ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બેહરા ગેંગનો સાગરીત હતો અને પોલીસથી બચવા માટે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ટેક્ષી ડ્રાઈવર બનીને છુપાઈને રહેતો હતો.

App Store

બાતમીના આધારે ઝડપાયો

સુરત PCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લીંબાયત પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં નાસતો-ફરતો આરોપી સતીષ બાબુલાલ ગુપ્તા (ઉં.વ. 39), જે મૂળ પાતન તકીયા ગામ, આલમપુર, થાના બારા, જી. ઉનાવ, ઉત્તરપ્રદેશનો વતની છે, તે હાલ મહારાષ્ટ્રના મુંબઈ, થાણે વેસ્ટ, ગૌડબંદર રોડ, આઝાદનગર, બ્રહ્માંડ ગઢવાળી ચાલ ખાતે રહે છે.

પોલીસથી બચવા ડ્રાઈવર બની ગયો

પોલીસ ધરપકડથી બચવા માટે તે સતના, દિલ્હી, થાણે, મુંબઈ અને લખનૌ ખાતે અલગ-અલગ વિસ્તારોમાં છુપાઈને રહેતો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આરોપી સતીષ ગુપ્તા ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર ઉમેશ પહેલવાન તેમજ દીપકસિંહ બેહરાનો સાગરીત છે. ઉમેશ પહેલવાન ગેંગના કુલ 7 સભ્યો પૈકી 6 સભ્યોને અત્યાર સુધીમાં ઠાર કરવામાં આવ્યા છે, ત્યારે સતીષ ગુપ્તા એકમાત્ર એવો સભ્ય હતો જે આટલા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો. યુપી પોલીસે તેના માથે 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

 

ટોપિક્સ:suratarrestchest