Video: વલસાડના ઉમરગામ GIDCમાં પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ: ફટાકડાના કારણે કચરો સળગતા આગ ફેલાઈ હોવાનું અનુમાન

પ્રાપ્ત માહિતી મુજબ, ફટાકડાના કારણે કંપનીની બાજુમાં પડેલા કચરામાં આગ સળગી ઉઠતી તે કંપની સુધી પહોંચી ગઈ હતી. દિવાળીની રજા હોવાના કારણે કંપનીમાં કામદારો હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જોકે આગના આ ભીષણ બનાવમાં પ્લાયવુડ, લાકડા અને મૂલ્યવાન મશીનરી બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉમરગામ પાલિકા અને ત્રણ ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
જાહેરાત








