Surat news: સુરતના કુખ્યાત ચિરાગ ગોટીએ યુવાનને લાકડાથી ફટકાર્યો, બંદૂકથી માર્યો રોફ
સુરતમાં ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાના આરોપો વચ્ચે ચિરાગ ગોટીનો વધુ એક વીડિયો સામે આવ્

સુરતમાં ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવવાના આરોપો વચ્ચે ચિરાગ ગોટીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ચિરાગ ગોટી એક યુવકને લાકડાના ફટકાથી બેરહેમીથી માર મારતો દેખાય છે.
શહેરમાં તેના આતંકની ચર્ચાઓ
શહેરમાં તેના આતંકની ચર્ચાઓ વચ્ચે અનેક લોકો તેના શિકાર બન્યાના આક્ષેપો ઉઠ્યા છે. તાજેતરમાં તે પોલીસ સમક્ષ હાજર થતાં તેને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે મામલે કાર્યવાહી કરી ચિરાગ ગોટીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસે સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ વધુ ઝડપી કરી છે.






