મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના વિદ્યાર્થીઓએ JEE મેઈનના પરિણામમાં માર્યું મેદાન, IITમાં જવાની ઈચ્છા કરી વ્યક્ત

એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જેઈઈ-મેઈનના પરિણામ જાહેર થયા છે. આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ

સુરતના વિદ્યાર્થીઓએ JEE મેઈનના પરિણામમાં માર્યું મેદાન, IITમાં જવાની ઈચ્છા કરી વ્યક્ત

એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જેઈઈ-મેઈનના પરિણામ જાહેર થયા છે. આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગશથી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે મેઈન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

ડોક્ટર માતા-પિતાની દીકરી થશે એન્જિનિયર

સુરત શહેરમાં પ્રથમ ક્રમ મેળવનારી મનવી મહેતાએ કહ્યું કે, તેણીને 99.999 પર્સેન્ટાઈલ સ્કોર પ્રાપ્ત થયા છે. જેના માટે બે વર્ષથી રોજની 10 કલાકથી વધુની તૈયારી કરતી હતી. સોશિયલ મીડિયાથી દૂર રહેતી હતી. સાથે જ ડાઉટ હોય તો તે ક્લિયર કરાવવા જતી હતી. માતા ચૈતાલીબેન, પિતા ધર્મેન્દ્રભાઈ અને મોટી બહેન ઝીલ ડોક્ટર છે. ત્યારે પોતાને ગણિત અને કેમેસ્ટ્રીમાં વધુ રસ હોવાથી એ ગ્રુપ પસંદ કર્યું હતું. હવે એક મહિનાની આકરી મહેનત કરવી છે. ત્યારબાદ એડવાન્સ્ડની પરીક્ષા પાસ કરીને મુંબઈ આઈઆઈટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા છે. મનવી જ્યાંથી અભ્યાસ કરે છએ તે એલનના સેન્ટર હેડ નેહચલસિંહ હંસપાલે કહ્યું કે, મનવીએ ઓલ ઈન્ડિયામાં 67મો રેન્ક મેળવ્યો છે. કેમેસ્ટ્રી અને ગણિતમાં 100 પર્સેન્ટાઈલ પ્રાપ્ત થયા છે.

અમૃતાંશે ફરી બાજી મારી

આકાશમાં અભ્યાસ કરનાર અમૃતાંશ સિંહાએ ફરી બાજી મારી છે. અમૃતાંશ AIR ૩૭૦ પ્રાપ્ત કરીને ટોપ સ્કોરર રહ્યો છે.અમૃતાંશે ગણિતના મુખ્ય વિષયમાં 100 પર્સન્ટાઈલ સાથે 99.98 પર્સન્ટાઈલ મેળવ્યો છે. અમૃતાંશે પણ હવે પછીના સમયમાં એડવાન્સ સારા પર્સેન્ટાઈલથી ક્રેક કરીને આગળનો અભ્યાસ મુંબઈ આઈઆઈટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. પોતાના સારા રિજલ્ટ બદલ માતા પિતાની સાથે શિક્ષકોને જવાબદાર ગણાવ્યાં હતાં.સાથે જ સોશિયલ મીડિયાથી દૂર રહેવાથી પૂરતી મહેનત થઈ હોવાનુ તેણે વધુમાં કહ્યું હતું.

ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સેન્ટાઈલ

નારાયણ ડાયરેક્ટર કપિલ ચૌહાણે કહ્યું કે, કુલ 15 વિદ્યાર્થીઓએ 99 અને તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તમામ વિદ્યાર્થીઓને પહેલા જ દિવસથી પ્રોપર પ્લાનિંગ સાથે મહેનત કરાવવામાં આવે છે. જેઈઈ પેટર્ન પ્રમાણે જ વર્ષ દરમિયાન ભારતભરમાં પરીક્ષા લેવામાં આવે છે. રેન્ક અપાય છે. એનાલિસિસ કરવામાં આવતું હોવાથી વિદ્યાર્થીઓના સારા પરિણામ આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, યોગ્ય મેથડના કારણે સારા રિજલ્ટ મળે છે. સિદ્ધ જૈને ભૌતિકશાસ્ત્રમાં 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે. 

બીજા સેશન્સમાં પણ સફળતા મળી

કૌશલ વિદ્યાભવનમાંથી 15 વિદ્યાર્થીઓએ 99થી વધુ પીઆર મેળવ્યા છે. ત્યારે વઘાસિયા પર્લ પોપટભાઈ સેશન ટૂમાં 99.80 સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે. હીરાના બ્રોકરેજનું કામ કરતાં પિતાના પુત્રએ મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે, હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં સીએસ કરીશ. આ માટે તે રોજની આઠથી 10 કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું તેણે વધુમાં કહ્યું હતું.

પેરેલાઈઝડ પિતાના પુત્રને મળી સફળતા

મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞીક રાયસિંગભાઈને પણ જેઈઈમાં 99.75 પીઆર પ્રાપ્ત થયા છે. યાજ્ઞીકના પિતા રાયસિંગભાઈને પેરેલિસિસ આવ્યો હતો. પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞીકે કહ્યું હતું. સાથે જ ઉમેર્યું કે, મેં બહુ નજીકથી આ પિડા જોઈ છે. જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું.

ગુજરાતી માધ્યમમાં મેળવી સફળતા

પી.પી. સવાણીમાં ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતાં દેસાઈ આર્જવ શ્રેયભાઈના માતા પિતા ડોક્ટર છે. તેમ છતાં આજર્વને મુંબઈ IIT માંથી કમ્પ્યુટર એંજિનિયરિંગ કરવાની ઈચ્છા છે. આર્જવે 99.72 PR મેળવ્યાં છે. આજર્વે કહ્યું કે, શાળાના સહકાર અને મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગદર્શનથી સાથે પરિવારના સાથથી આ સફળતા મળી છે. 

રેડિયન્ટના તારલા ચમક્યાં 

જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં કુલ 22 વિદ્યાર્થીશ્રેષ્ઠ પરિણામ લાવવામાં સફળ રહ્યાં છે. 17થી વધુ વિદ્યાર્થી 95 PR અને 25થી પણ વધુ વિદ્યાર્થી 90 PRથી પણ વધુ માર્કસ મેળવ્યાં છે.  સેશન્સ 1 કરતાં સેશન્સ-2ના પરિણામમાં 5% થી લઈ 10% સુધીનો વધારો નોધાયો છે. શાળાના A ગ્રુપ ના 102 વિદ્યાર્થી સફળ થયા છે. જેમાં આ બાળકો દ્વારા હવે પછીની JEE(ADVANCE) ની તૈયારી કરી ભારતની ટોપ IIT માં એડમિશન મેળવવાનું લક્ષ્ય છે.

આ સમાચાર શેર કરો