મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SURAT / મજુરાગેટ વિસ્તારમાં 38 ફ્લેટ અને ચાર દુકાનો ધરાવતી બિલ્ડીંગને ખાલી કરવા SMCએ આપી નોટિસ, જાણો શું છે કારણ

SURAT NEWS : સુરતમાં જર્જરિત ઇમારતોને લઈને સુરત મહાનગરપાલિકા હવે એક્શ

SURAT / મજુરાગેટ વિસ્તારમાં 38 ફ્લેટ અને ચાર દુકાનો ધરાવતી બિલ્ડીંગને ખાલી કરવા SMCએ આપી નોટિસ, જાણો શું છે કારણ

SURAT NEWS : સુરતમાં જર્જરિત ઇમારતોને લઈને સુરત મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. ત્રણ દિવસ અગાઉ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા કૈલાસનગર ખાતે શંખેશ્વર કોમ્પલેક્સના અંકિત એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતા પાલિકા તંત્ર આ મામલે ખૂબ જ સજાગ બન્યું છે.

સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલી અને મેટ્રોની કામગીરીને અડીને આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવી સંપૂર્ણપણે બિલ્ડીંગ ખાલી કરાવવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. 

આ બિલ્ડિંગમાં 38 ફ્લેટ ચાર દુકાનો આવેલી છે. સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આપતા બિલ્ડીંગ રીપેર થઈ શકે તેવી કોઈ પણ પ્રકારની સ્થિતિ ન હોવાનું પાલિકાએ જણાવ્યું છે. જેના કારણે ફ્લેટ ધારકો અને દુકાન માલિકોની ચિંતામાં પણ વધારો થયો છે.

બીજી તરફ સોસાયટીના પ્રમુખનું કહેવું છે કે અમારા મતે આર્કિટેક પાસે કઢાવવામાં આવેલ સ્ટેબિલિટી રિપોર્ટ યોગ્ય છે. આ બિલ્ડીંગ રીપેરીંગ બાદ રહેવા લાયક છે તેવું રિપોર્ટના આધારે સાબિત થયું છે. પરંતુ પાલિકા અને મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ એકબીજા ઉપર ખો નાંખી રહ્યા છે. પાલિકાએ સંપૂર્ણ પણે બિલ્ડીંગ ઉતારી લેવા માટે નોટિસ આપી છે. પરંતુ સોસાયટીને બજાર ભાવના પ્રમાણે જંત્રીની ચુકવણી કરવામાં આવે તેવી માંગણી છે.

આ સમાચાર શેર કરો