મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ જય જુલ્લેલાલના નાદ સાથે સિંધિઓએ નવા વર્ષની કરી ઉજવણી, ચેટીચાંદ નિમિતે મંદિરોમાં ઉમટી ભીડ

સિંધિઓનાં નવા વર્ષ તરીકે જાણીતાં ચેટીચાંદની આજે સુરતમાં સિંધિ સમાજ દ્વારા ધામધૂમપૂર્

સુરત/ જય જુલ્લેલાલના નાદ સાથે સિંધિઓએ નવા વર્ષની કરી ઉજવણી, ચેટીચાંદ નિમિતે મંદિરોમાં ઉમટી ભીડ

સિંધિઓનાં નવા વર્ષ તરીકે જાણીતાં ચેટીચાંદની આજે સુરતમાં સિંધિ સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ચૈત્ર નવરાત્રીનાં બીજા નોરતે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે. શહેરમાં ઠેર ઠેર સિંધિ સમાજ દ્વારા નવા વર્ષને લઇ રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. 

નવા વર્ષની પાઠવાઈ શુભકામના

પાલનપુર પાટીયા અને નાનપુરા ખાતે સિંધિ સમાજનાં લોકો દ્વારા રેલી કઢાઇ હતી. જેમાં સિંધિ સમાજનાં આગેવાનો પણ જોડાયા હતાં. સિંધિ લોકોનાં ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલનાં મંદિરો ખાતે ભક્તોની ભીડ જામી હતી. અને નવુ વર્ષ મંગળમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

જ્યોત પ્રજવલ્લિત કરાઈ

સિંઘિ સમાજના આગેવાન અનિલ ગોપલાણીએ કહ્યું કે, ઝુલેલાલ મંદિર સહિત અગ્રસેન ભવન ખાતે જ્યોત પ્રજવલ્લિત કરાઈ છે. દિવાની જ પૂજા કરવામાં આવે છે. સાંજના સમયે નાનપુરા ઓવડી ખાતે વિસર્જન કરવામાં આવશે. ઝાંખીઓનું આયોજન કરવામાં આવે છે. સિંધિયત વિષે અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો