મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ મહિધરપુરામાં મધરાતે રિક્ષાચાલકની હત્યા, મહિલા પર તકાઈ શંકાની સોય

પોલીસ કમિશનર વિહોણા સુરત શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા

સુરત/ મહિધરપુરામાં મધરાતે રિક્ષાચાલકની હત્યા, મહિલા પર તકાઈ શંકાની સોય

પોલીસ કમિશનર વિહોણા સુરત શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી એક પછી એક હત્યાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ગત મધરાતે એક રિક્ષાચાલકની હત્યા કરવામાં આવી હતી. માથાના ભાગે હુમલો કરીને હત્યા નીપજાવવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

શહેરમાં મધરાતે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ બન્યો હતો. રેલ્વે પાર્સલ ઓફિસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. લગભગ મોડી રાત્રે 2:30 કલાકે હત્યા કરવામાં આવી હતી. મહિધરપુરા પોલીસે ઘટના સ્થળે પોહોંચી તપાસ હાથ ધરી છે.

શેરુ યાદવ નામના રિક્ષાચાલકની હત્યા કરવામાં આવી હતી. શેરુ યાદવને તેની જ રિક્ષાની સામે હત્યા કરી દેવામાં આવી હતી. શેરુ યાદવના માથાનાં ભાગે ફટકા મારી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર હત્યાને લઈને પોલીસને એક મહિલા પર શંકા હોવાથી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો