મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ 'મીંડી' ગેંગના સાગરિતો પિસ્તોલ સાથે ફિલ્મી ઢબે ઝડપાયા, ગુજસીટોકના આરોપી જામીન આવ્યા હતા બહાર

લોકસભાની ચૂંટણીમાં પરવાનેદારોએ પણ પોતાના હથિયાર જમા કરાવવાના રહેતા હોય છે. ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં

સુરત/ 'મીંડી' ગેંગના સાગરિતો પિસ્તોલ સાથે ફિલ્મી ઢબે ઝડપાયા, ગુજસીટોકના આરોપી જામીન આવ્યા હતા બહાર

લોકસભાની ચૂંટણીમાં પરવાનેદારોએ પણ પોતાના હથિયાર જમા કરાવવાના રહેતા હોય છે. ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં કુખ્યાત ગણાતી મીંડી ગેંગના સભ્યો થોડા સમય અગાઉ જ ગુજસીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યાં હતાં. ત્યારે આરોપીઓ ફરીથી રૌફ જમાવવા માટે પિસ્તોલ સાથે ફરી રહ્યાં હતાં. આ અંગે બાતમી મળતાં ફિલ્મી ઢબે કારમાંથી ઝડપી પાડવામાં આવ્યાં હતાં.

વોચ ગોઠવી ઝડપી લેવાયા

અઠવા વિસ્તારની “મીંડી ગેંગના" હાલમાં ગુજસીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યાં હતાં. કૈઝર ઉર્ફે મિંડી તેના સાગરિતો સાથે પિસ્ટલ લઈ ફરી રહ્યાં હતાં. બાતમીના આધારે વહેલી સવારના લસકાણા પાટીયા પર વોચ ગોઠવવામાં આવી હતી. જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી હ્યુંડાઈ એલેંટ્રા કાર નં.GJ- 5-JE-7722 ને ફિલ્મી ઢબે આંતરી હતી. જેમાંથી આરોપીઓને 7.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યાં હતાં.

એક પિસ્તોલ ઝડપાઈ

કારમાંથી આરીફ મીંડીના પુત્ર (૧) મો.કૈઝર ઉર્ફે મિંડી મો.આરીફ ઉર્ફે આરીફ મિંડી શેખ અને તેના સાગરીતો (૨) આદિલહુશેન જાકીરહુશેન શેખ, (૩) નદીમહુશેન ઉર્ફે મંજરા જાકીરહુશેન શેખ ઝડપાયા હતાં. આ ત્રણેય આરોપીઓ પાસેથી પિસ્તોલ નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન તથા ફોર વ્હિલ કાર સહિત કુલ 7.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો