મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, ક્ષત્રિયાણીઓ લખશે PMને 1 લાખ પોસ્ટકાર્ડ

લોકસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ બાજુ પર રહી ગયા હોય તે રીતે ભાજપના રાજકોટના ઉમે

સુરત/ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, ક્ષત્રિયાણીઓ લખશે PMને 1 લાખ પોસ્ટકાર્ડ

લોકસભાની ચૂંટણીમાં અન્ય મુદ્દાઓ બાજુ પર રહી ગયા હોય તે રીતે ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિયો દ્વારા સમગ્ર રાજ્યની સાથે સાથે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટર કચેરીએ એકઠા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેનોને પોતાના ભાઈ માનતા હોવાથી 1 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. સમાજની બહેનો દ્વારા વડાપ્રધાનને 1,00,000 પોસ્ટકાર્ડ લખવામાં આવશે. જે પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. રૂપાલા દ્વારા સમાજ વિશે કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધ યથાવત રહેશે. રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ પ્રબળ રીતે કરવામાં આવી રહી છે.

ક્ષત્રિય સમાજે કહ્યું ભાજપના નેતાની માનસિકતા બહુ નાની છે. રૂપાલાને અમે કહેવા માગીએ છીએ કે આ સમાજ દ્વારા જૌહર કરવામાં આવ્યાં છે. ઈતિહાસની ખબર ન હોય તે રીતે તેમણે વાત કરી હતી. તેમણે માફી માગી એ ન ચાલે. અમારા સમાજ અને મહિલાઓ વચ્ચે આવીને માફી માગે. અમે મોદીને એક જ વાત કહેવા માગીએ છીએ કે, રૂપાલા જેવા લોકોની ટીકિટ કાપવી જોઈએ. રૂપાલાને ટીકિટ યથાવત રખાશે તો અમે ભાજપના વિરોધમાં મતદાન કરતાં અચકાઈશું નહી.

આ સમાચાર શેર કરો