મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત સહિત દ.ગુજરાતના વાતાવરણમાં પલટો, ગરમી અને બફારા વચ્ચે વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત

સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 42 ડિગ્રી તાપમાન વચ્ચે સુરત જિલ

સુરત સહિત દ.ગુજરાતના વાતાવરણમાં પલટો, ગરમી અને બફારા વચ્ચે વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત

સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. 42 ડિગ્રી તાપમાન વચ્ચે સુરત જિલ્લા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. અચાનક આવેલા વાતાવરણના પલટા અને વરસાદથી કેરી સહિતના ઉભા પાકને ભારે નુકસા થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી ખેડૂતો ચિંતિત થયા છે. તો બીજી તરફ આકરી ગરમીનો અહેસાસ કરતાં લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. 

ગરમીમાં રાહત

સુરત શહેરમાં ભટાર, વેસુ, પાલ, વરાછા સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો. આ કમોસમી વરસાદથી રોગચાળો વકરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અચાનક ગરમીમાંથી સર્જાયેલી ઠંડકની સ્થિતિ માનવ શરીર માટે રોગચાળો ઉત્પન કરી શકે તેમ માનવામાં આવી રહ્યું છે.

ખેડૂતોમાં ચિંતા

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલી આકરી ગરમીમાં આજે થોડાક અંશે ઘટાડો જોવા મળતા લોકોએ રાહત અનુભવી હતી. વાંસદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ અમીછાંટણા જોવા મળ્યા હતા. કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપક્વ છે. જેને કારણે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આંબા પર રહેલી કેરી અને નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પહેલો ફાલ માર્કેટમાં વેચાણ માટે આવ્યા બાદ એકાએક વેપારીઓએ આંબા પરથી કેરી ઉતારવાનું માંડી વાળ્યું હતું. તેમાં વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું પડે તો ખેડૂતોમાં બમણી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ સમાચાર શેર કરો