મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભાજપ બિનહરિફ થયા બાદ પાટીલે કહ્યું- '400 પારના લક્ષ્યાંકના શ્રીગણેશ, આ જીત PM મોદીને અર્પણ'

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન થાય તે અગાઉ જ સુરતમાં ભાજપની જીત થઈ છે. ત્યારે આ જીતને વધાવતાં ભાજપના પ

સુરતમાં ભાજપ બિનહરિફ થયા બાદ પાટીલે કહ્યું- '400 પારના લક્ષ્યાંકના શ્રીગણેશ, આ જીત PM મોદીને અર્પણ'

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન થાય તે અગાઉ જ સુરતમાં ભાજપની જીત થઈ છે. ત્યારે આ જીતને વધાવતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, ભાજપે આ વખતે 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે તેના શ્રી ગણેશ સુરતથી થયાં છે. આ જીત અમે પીએમ મોદીને અર્પણ કરીએ છીએ. બીજી તરફ વિજયી થયેલા મુકેશ દલાલે કહ્યું કે, અમે લોકો અને વડાપ્રધાનની સાથે સાથે તમામ કાર્યકરોનો પણ આભાર માનીએ છીએ.

કોંગ્રેસ પર પ્રહાર

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શુભેચ્છા આપીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જીત અમે અર્પણ કરીએ છીએ. આ જીત દેશની સૌ પ્રથમ જીત છે. કોંગ્રેસે ખોટા આક્ષેપ કર્યા હતાં. વહિવટી તંત્ર પર ગેરસમજ ઉભી કરવા પ્રયત્ન કર્યા હતાં. પરંતુ તેમાં તેમની જીત થઈ નથી. 

મોદીની ગેરન્ટીને સમર્થન

સુરત સિવાયની બાકીની 25 સીટો પણ જીતીને તમામ 26 કમળ મોદી સાહેબને અર્પણ કરવાના છીએ. જે સમર્થન પ્રાપ્ત થાય છે. તેના કારણે કાર્યકર્તા ઉત્સાહમાં છે. મોદી સાહેબની ગેરન્ટીમાં સૌ કોઈને વિશ્વાસ છે. ગુજરાત મોડલ બાદ દેશનું મોડલ લોકો સામે મુક્યું છે. સર્વાંગી વિકાસ સાથે સૌ કોઈનો સાથ અને સૌ કોઈનો વિશ્વાસની વાતને સમર્થન મળી રહ્યું છે, તેમ પાટીલે વધુમાં જણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો