મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત લોકસભા બેઠક બિનહરિફ કરવા પ્રયાસ, ફોર્મ ખેંચવા 8માંથી 5 માની ગયા, 3 વાગ્યે ચિત્ર થશે સ્પષ્ટ

સુરતમાં સત્તાના સંગ્રામમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. આ સાથે

સુરત લોકસભા બેઠક બિનહરિફ કરવા પ્રયાસ, ફોર્મ ખેંચવા 8માંથી 5 માની ગયા, 3 વાગ્યે ચિત્ર થશે સ્પષ્ટ

સુરતમાં સત્તાના સંગ્રામમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. આ સાથે રાજકીય ગરમાહટ જોવા મળી રહી છે. એકદમ જીત ફાઈનલ હોવા છતાં ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરાવવા માટે શામ,દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી હતી. ત્યારે હવે આ જ નીતિનો ઉપયોગ કરીને મેદાનમાં ભાજપ સહિત 9 ઉમેદવારો છે. ત્યારે અન્ય પક્ષ અને અપક્ષના 8 ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવવા માટેની કવાયત કરવામાં આવી રહી હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. ત્યારે 5 માની ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આજે 3 વાગ્યે ચિત્ર સ્પષ્ટ થશે. જો બેઠક બિનહરિફ થઈ તો દેશમાં કદાચ નવો ઈતિહાસ લખાશે.

બેઠક બિનહરિફ કરાવવા હવાતિયાં

સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતુ. આ ફોર્મ રદ થતા જ ફોર્મ ચકાસણીની પ્રકિયા પણ પૂર્ણ થઇ છે. સુરતની બેઠક પરથી કુલ ૧૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં ફોર્મ ચકાસણી વખતે છ ઉમેદવારના ફોર્મ રદ થયા હતાં. હવે ચૂંટણી જંગમાં નવ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા આઠ ઉમેદવારો મેદાનમાં છે. આ આઠમાંથી આજે બપોરે ૩.૩૦ વાગ્યા સુધીમાં કોણ-કોણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે ? તે ખબર પડશે. સુત્રોની વાત માનીએ તો સુરત બેઠક બિનહરીફ પણ થઇ જાય તો નવાઇ નહીં.

ભાજપ સિવાય આ આઠ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે

(૧) અબ્દુલ હમીદ ફારૃક અહમદ શેખ      સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી

(૨) પ્યારેલાલ બુદ્વુરામ ભારતી     બહુજન સમાજ પાર્ટી

(૩) ઉમટ અજીતસિંહ ભુપતસિહ    અખિલ ભારતીય હિન્દુ મહાસભા

(૪) જયેશ બાબુ મેવાડા   ગ્લોબલ રીપબ્લીક પાર્ટી

(૫) સોહેલ સલીમ શેખ   લોગ પાર્ટી

(૬) રમેશ પરસોતમ બારૈયા        અપક્ષ

(૭) કિશોર મોહન ડાયાણી  અપક્ષ

(૮) ભરત સવજી પ્રજાપતિ અપક્ષ

આ સમાચાર શેર કરો