'મારી એક ભૂલ બધાને નડી ગઈ',-સુસાઈડ નોટ લખી સુરતમાં બેંક મેનેજરે કર્યો આપઘાત
સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં એક બેંકના મેનેજરે આપઘાત કરીને જિંદ

સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં એક બેંકના મેનેજરે આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે. 32 વર્ષીય અપરિણીત યુવકે આપઘાત અગાઉ એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે માફી માગવાની સાથે સાથે એક ભૂલ જે બધાને નડી ગઈ હોવાનો ઉલ્લેખ કરીને ફાંસો ખાઈ લીધો હતો. આ ભૂલ કઈ હતી તે અંગે કશુ ન લખ્યું હોવાથી પરિવાર મૂંજવણમાં મૂકાઈ ગયું છે.
માનસિક તણાવમાં ભર્યું પગલું
કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને બેંકમાં મેનેજર તરીકે કામ કરતાં 32 વર્ષીય અપરિણિત બેંક મેનેજર રાકેશ નવાપરિયાએ આપઘાત કરી લીધો હતો. થોડા સમય પહેલા જ રાકેશના માતા-પિતાના પણ મૃત્યું થયાં હતાં. અસ્પષ્ટ કારણો સાથેની સુસાઈડ નોટ સામે આવી છે. જેમાં તેણે ભાઈને ઉદ્દેશીને પોતાના માનસિક તણાવનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ અલગ અલગ બેંકમાં રહેલા ઈન્શ્યોરન્સના કવરનો આંકડો પણ લખ્યો છે.
શબ્દશઃ સુસાઈડ નોટ
મૃતક રાકેશે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, સોરી..સોરી..ભાઈ હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો કે મારે આ પગલું ભરવું પડ્યું. વંશીને હું બોવ મીસ કરીશ. જે મને રોજ રમાડવાની મજા આવતી. અને બાનું ધ્યાન રાખશે અને ભાભીનું પણ. મારી એક ભૂલ બધાને નડી. આથી હું આ પગલું ભરું છું. મારા બધાને જય શ્રી કૃષ્ણ..








