સુરત/ રૂપિયાની લેતી-દેતીમાં થઈ હતી બુટલેગરની હત્યા, ગણતરીના સમયમાં મહારાષ્ટ્રથી ઝડપાયા આરોપી
સુરતના વેસુમાં આવેલા આગમ શોપિંગ સેન્ટરમાં શુક્રવારે સવારે બુટલેગરને રૂપિયાની લેતી-દેતીમા

સુરતના વેસુમાં આવેલા આગમ શોપિંગ સેન્ટરમાં શુક્રવારે સવારે બુટલેગરને રૂપિયાની લેતી-દેતીમાં પતાવી દેવામાં આવ્યો હતો. દારૂના ધંધાની અદાવતમાં હરીફ એવા માથાભારે બુટલેગર પ્રદીપ ઉર્ફે સેન્ડી શુકલા સહિત ત્રણ જણાએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જેની તપાસમાં ગણતરીના સમયમાં જ આરોપીઓને મહારાષ્ટ્રથી ઝડપી લેવામાં આવ્યાં હતાં.
ચોર્યાસી તાલુકાના આભવા ગામના ગણેશ ફળિયામાં નાનુ ઉર્ફે નાનીયો ડાહ્યાભાઈ પટેલ (ઉ.વ.આ.45) કૌટુંબિક ભત્રિજા સાથે ચાની લારી પર બેઠા હતાં. આ દરમિયાન ત્રણેક યુવાનો મોપેડ પર આવ્યાં હતાં. જેણે નાનીયા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેથી નાનીયાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ પોલીસે સમગ્ર હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવીના આધારે આરોપીઓ મહારાષ્ટ્ર તરફ નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ટીમ મોકલીને આરોપીઓને ઝડપી લીધા હતાં. પકડાયેલા આરોપીઓમાં પ્રદીપ ઉર્ફે સેન્ડી ભોલાનાથ શુકલા, શુભમ પ્રેમનાથ દુબ અને સુનિલસિંઘ ઉર્ફે ટાઈગર રાણાપ્રતાપસિંઘ રાજપૂતને ઝડપી લીધા હતાં. પકડાયેલા આરોપીઓએ પોલીસની પૂછપરછમાં મરનાર વ્યક્તિને 50000 રૂપિયા આપ્યા હતા. તે પૈસા ન આપી અવારનવાર વાયદા કરતો હતો. જે બાબતે અદાવત રાખી તેની હત્યા કર્યા હોવાની કબુલાત કરી છે






