મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ઉધનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ઘરમાં પાડ્યા દરોડા, 1489 બોટલ સાથે 3 ઝડપાયા

સુરતમાં દારૂનું વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. જેથી છ

સુરત/ ઉધનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ઘરમાં પાડ્યા દરોડા, 1489 બોટલ સાથે 3 ઝડપાયા

સુરતમાં દારૂનું વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. જેથી છાસવારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા કરવામાં આવતાં હોય છે. હાલ લોકસભાની ચૂંટણીઓ માથે હોવા છતાં પણ દારૂના જથ્થો એક ઘરમાં રાખવામાં આવ્યો હતો. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

ઘરમાં દરોડા પડ્યા

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઉધના પોલીસ હદ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. એક ઘરમાં રેડ કરીને દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે 1489 નંગ બોટલ સાથે કુલ રૂપિયા 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. 

સ્થાનિક પોલીસ સામે સવાલ ઉઠ્યાં

સુરતમાંથી અવારનવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ઉધના વિસ્તારમાંથી આ વખતે ઝડપાયેલા દારૂના જથ્થાને લઈને સ્થાનિક ઉધના પોલીસ સામે સવાલો ઉભા થયાં છે. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ સમગ્ર વેપલો ચાલતો હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો