SURAT / ઉધનામાં તાવ આવ્યાં બાદ ઝાડા થયા અને દોઢ માસની બાળકીનું મોત નીપજ્યું, શ્રમજીવી પરિવાર શોકમાં ગરકાવ
Surat News : સુરતના ઉધના વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની મ

Surat News : સુરતના ઉધના વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીનું તાવ બાદ ઝાડા થતાં મોત નિપજ્યું છે. હસતી-રમતી બાળકીની તબિયત એકાએક લથડતા પરિવારજનો તાત્કાલિક ધોરણે મોડી રાત્રે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. ઘટના અંગે ઉધના પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉધના ખત્રીનગર ખાતે રહેતી રાધિકા ખુશાલભાઈ ભાલેકરને સંતાનમાં દોઢ માસની બાળકી હતી. આ બાળકીને કોઈપણ પ્રકારની બીમારી નહોતી.
ગતરોજ મોડી રાત્રે માસુમ બાળકી ઘરમાં રમી રહી હતી તે દરમિયાન તાવ આવ્યા બાદ ઝાડા થતા માતા તાત્કાલિક ધોરણે બાળકીને લઈ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જોકે બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.જેથી શ્રમજીવી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રોનું કહેવું છે કે ન્યુમોનિયાના કારણે બાળકીનું મોત નીપજ્યું છે, જે પાલિકાના આરોગ્ય વિભાગ માટે તપાસનો વિષય બની રહે છે. બીજી તરફ ઘટનાને લઈ ઉધના પોલીસે બાળકીના મોતનું સાચું કારણ જાણવા પીએમની પ્રક્રિયા હાથ ધરી છે.






