ધોરણ 10ના પરિણામમાં સુરતનો ડંકો, રાજ્યમાં સૌથી વધુ 4,870 વિદ્યાર્થીઓએ મેળવ્યો A- 1 ગ્રેડ
ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના પરિણામ જાહેર કરવા

ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યનું 82.56% પરિણામ આવ્યું છે. ત્યારે સુરતનું 86.5 ટકા ઊંચું પરિણામ આવ્યું છે. બોર્ડના પરિણામમાં ફરી એકવાર સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. આ વખતે રાજ્યમાં સૌથી વધુ 4,870 જેટલા વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશીની લાગણી જોવા મળી હતી.
હીરાની જેમ ચમકયા સુરતી વિદ્યાર્થીઓ
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યનું એજ્યુકેશન હબ સુરત બન્યું હોય તે રીતે ઊંચું પરિણામ તો મળ્યું જ છે. પરંતુ સૌથી મહત્વની બાબતે છે કે, 4870 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. જ્યારે A-2 ગ્રેડ મેળવવામાં 12,920 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. જ્યારે 15,2007 વિદ્યાર્થીઓને બી વન ગ્રેડ મળ્યો છે. શહેરની 99 સ્કૂલ એવી છે જેનું સો ટકા પરિણામ આવ્યું છે.
વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળી ખુશી
બોર્ડના પરિણામ જાહેર થતાં જ વહેલી સવારથી વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ જોવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારે એ વન ગ્રેડની સાથે સાથે સારા પરિણામ મળતા જ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓના ચહેરા પર સ્માઈલ ફરી મળી હતી. બીજી તરફ વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ સખત મહેનતનું પરિણામ સામે આવ્યું છે.








