મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ વહેલી સવારે ગોડાઉનમાં ફાટી નીકળી આગ, 19 ઈ- મોપેડ થઈ બળીને ખાક

સુરતમાં ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પુણામાં ઈ-મોપેડના ગોડાઉનમાં આગ લાગતા

સુરત/ વહેલી સવારે ગોડાઉનમાં ફાટી નીકળી આગ, 19 ઈ- મોપેડ થઈ બળીને ખાક

સુરતમાં ઉનાળાની શરૂઆત થતાં જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પુણામાં ઈ-મોપેડના ગોડાઉનમાં આગ લાગતા 19 ઈ-મોપેડ બળીને ખાક થઈ ગઈ હતી. ચાર્જિંગમાં અમૂક મોપેડ મૂકવામાં આવી હતી. તેમાં શોર્ટ સર્કિટ થઈ અથવા તો અન્ય કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે. સમગ્ર આગ પર કાબુ મેળવીને ફાયરબ્રિગેડ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પુણા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ઈ-મોપેડનો મોટો જથ્થો મૂકવામાં આવ્યો હતો. ત્યારે સવારે ગોડાઉનમાં કેટલીક મોપેડને ચાર્જિંગમાં પણ મૂકવામાં આવી હતી. તે સમયે અચાનક કોઈ રીતે આગ લાગી ગઈ હતી. બનાવની જાણ થતા તાત્કાલિક ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. જેથી ડુંભાલ ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી.

ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ધુમાડાનું પ્રમાણ વધારે હોવાથી ફાયરબ્રિગેડની ટીમના જવાનો દ્વારા ઓક્સિજનના માસ્ક પહેરીને કામગીરી કરવાની નોબત આવી હતી. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 60 જેટલી ઈ-મોપેડને બચાવી લેવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો