મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શોમાં અશ્લીલતા વિવાદ મામલે સુરત સાયબર સેલમાં સમય રૈના સહીત 5 સામે તપાસની અરજી

સોશિયલ મીડિયામાં સમય રૈનાના શોમાં અશ્

શોમાં અશ્લીલતા વિવાદ મામલે સુરત સાયબર સેલમાં સમય રૈના સહીત 5 સામે તપાસની અરજી

સોશિયલ મીડિયામાં સમય રૈનાના શોમાં અશ્લીલતા વિવાદ મામલે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં સમય રૈના સહીત 5 લોકો સામે અરજી દાખવામાં આવી છે. રાષ્ટ્રસેના અધ્યક્ષ વિનોદ જૈન દ્વારા સાયબરમાં અરજી કરવામાં આવી. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૯, ૧૯૬, ૨૯૬, ૨૯૯, ૩(૫), ૫૪ તથા ઇન્ફોમેશન ટેકનોલોજી એકટની કલ5મ ૬૭ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ મામલે રણવીર અલ્હાબાદીયા, આશિષ ચંચલાની, અપૂર્વા મખીજા ઉર્ફે રિબોલ કિડ, સમય રૈના અને જસપ્રિત સિંગ સામે અરજી દાખલ કરવામાં આવી છે. તેમજ રાષ્ટ્રીય સેના દ્વારા ચિમકી આપવામાં આવી છે કે સુરત અને ગુજરાતમાં કોઈ શો કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે. આ સાથે તેમણે પોલીસને આ બાબતે તપાસ કરી, ગુનો નોંધી આગળની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

શું છે સમગ્ર મામલો?

સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પોતાના બોલ્ડ કન્ટેન્ટને કારણે ચર્ચામાં રહે છે.આ શોના લેટેસ્ટ એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, અપૂર્વા મખીજા અને આશીષ ચંચલાની પહોંચ્યા હતા. આ શોમાં રણવીરે એક કંટેસ્ટન્ટને અશ્લીલ સવાલ કર્યો હતો. રણવીરે પૂછ્યું, 'શું તમે આખી જિંદગી રોજ પોતાના પેરેન્ટ્સને ઇન્ટીમેટ થતા જોવા માંગો છો કે પછી એક વખત તેમને જોઇન કરવા માંગો છો?'

રણવીર અલ્હાબાદિયાનું આ નિવેદન વિવાદમાં આવી ગયું હતું અને ચારે તરફ તેની ટીકા થઇ રહી છે. વિવાદ વધતા રણવીરે માફી પણ માંગી હતી. રણવીરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કહ્યું કે કોમેડી તેનું જોનર નથી, તેને શોમાં કહ્યું કે કહેવું જોઇતું નહતું. તે પોતાની વાત પર માફી માંગે છે.

આ સમાચાર શેર કરો