મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navratri 2024:સુરતની સોસાયટીમાં બાળાઓના સ્વરૂપમાં દેવીના અલૌકિક દર્શન, નવદુર્ગાની ઉતારાઈ આરતી

સુરતમાં નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે યોગીચોક વિસ્તારમાં આવેલી ક્રિ

Navratri 2024:સુરતની સોસાયટીમાં બાળાઓના સ્વરૂપમાં દેવીના અલૌકિક દર્શન, નવદુર્ગાની ઉતારાઈ આરતી

સુરતમાં નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે યોગીચોક વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ લક્ઝુરીયામાં માતા નવ દુર્ગાના સ્વરૂપની ઝાંખી સાથે માં આદ્યશક્તિની મહા આરતી યોજાઈ હતી. જેમાં સોસાયટીના તમામ રહીશોએ માતા નવદુર્ગાની આરતી ઉતારી હતી.

યોગીચોક વિસ્તારમાં આવેલ ક્રિસ્ટલ લક્ઝુરીયા રેસીડેન્સીમાં નવરાત્રિની આઠમના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માતા નવ દુર્ગાના સ્વરૂપની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં રેસીડેન્સીની નાની બાળકીઓને માતાજીના શણગાર કરવામાં આવ્યા હતા. બાળકીઓમાં દેવી માતાના અલૌકિક દર્શનથી ઉપસ્થિત સૌ લોકો આધ્યાત્મિક ભાવથી ભાવ વિભોર બન્યા હતા. માતાજીની મહા આરતી ઉતારી માં આદ્યશક્તિના આશીર્વાદ મેળવ્યા હતા.

સોસાયટીના રહીશોએ કહ્યું કે, અમે દરેક તહેવારની જેમ નવરાત્રિ પર્વનું આયોજન કરીએ છીએ. જેમાં વિવિધ આયોજનો કરવામાં આવે છે. આજે આઠમની મહા આરતી નિમિત્તે રેસિડેન્સીની બાળકીઓને માતા નવદુર્ગાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમની આરતી ઉતારી પૂજા અર્ચના કરવામાં આવી હતી. નવે નવ દિવસ સોસાયટીના તમામ લોકો એક સાથે મળી નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે. અહીં સોસાયટીમાં ઉજવણીનો મુખ્ય કારણ સુરક્ષા છે. બાળકીઓને અને દીકરીઓને કોઈપણ અગવડતા ન પડે તે માટે અમે અગાઉથી જ આયોજન કરીએ છીએ. સાથે જ રોજે રોજ મહિલાઓ-પુરૂષો અને યુવાનો ટ્રેડિશન ડ્રેસમાં ગરબે રમે છે. રોજે રોજ નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો